Tuesday, July 7, 2015

મને ઊંઘ ખુબ આવે છે ...

" મને ઊંઘ ખુબ આવે છે ... બગાસા જ આવ્યા આવ્યા કરે ને કામ કરવાનું જ મન નથી થતું ડોક્ટર ..."
" મારું બાળક (બાળક 25 વર્ષ નું પણ હોય હો ) આખો દિવસ સોફા-પલંગ પર સુતું જ હોય છે ,
જમવાનું -ભણવાનું પણ સુતા સુતા...! બહુ થાક લાગે છે એને..." 
" ડોકટર , હમણાં હમણાં થી વજન વધી ગયું છે ,આળસ આવે છે અને માસિક પણ અનિયમિત થઇ ગયું છે ...
- આવી તકલીફ ઘણા પેશન્ટ અને તેમના સંબંધીઓ કરતા હોય છે. માત્ર મોટી ઉમર ના જ વ્યક્તિઓ નહિ પરંતુ નાના બાળકો કે યંગ કહેવાય એવા પેશન્ટ પણ આ પ્રશ્ન પૂછતા હોય છે.
જનરલી આ બાબત ને આમતો આપને નજર અંદાઝ જ કરતા રહીએ છીએ.
પરંતુ અમુક સમય વીત્યા બાદ -અપચન , વજન વધવું , કામ કર્યા વગર થાક અનુભવવો , થોડુક કામ કરવાથી શ્વાસ ફુલાવો , આળસ ,
સુવાનું જ મન થયા કરે , કંઈ કામ ના સુજે , બહેનોને માસિક માં તકલીફો આવ્યા કરે , બાળક અસામન્ય રીતે મેદસ્વી થયા કરે ,
વગેરે વગેરે લક્ષણો શરીર માં જણાય એટલે -
- આ કંઈક ખોટું થઇ રહ્યું છે આપણા શરીર માં એવું ફિલ થાય....!!!
હા , આ બાબત ખરેખર ગંભીર છે , ગંભીરપણે લેવી જોઈએ.
આયુર્વેદ મુજબ શરીર માં કફ અને મેદ વિકૃત રીતે વધવાથી અને તેની જોડે 'તમ ' માનસિક ગુણ ની દોસ્તી થવાથી કે સતત સુતા રહેવાની શરીર ને આદત પડવાથી વધારે આળસ અને સુવાની ઈચ્છા થતી હોય છે , આ સાથે વિકૃત મેદ ધાતુ શરીર ને પૂર્ણ પોષણ મળતું અટકાવી દે છે. આથી શરીર વધારે ફિક્કું અને નિસ્તેજ થવા લાગે છે.
આ માટે ના ઉપાય એટલે પચવામાં હળવા - સુપાચ્ય ખોરાક જ લેવો. અથવા જ્યાં સુધી ભૂખ ના લાગે ત્યાં સુધી જમવું નહીં , માત્ર ગરમ કરી ઠંડુ કરેલ - નવશેકું પાણી પીતા રહેવું.
આ સિવાય આયુર્વેદ ઉપચાર નિષ્ણાત વૈદ્યડોકટર ની સલાહ અનુસાર પાચન સુધારણા ની યોગ્ય દવાઓ , શરીર ને પોષણ મળે એનું આયોજન ,વમન -રક્તમોક્ષણ જેવા પંચકર્મ ઉપચાર થી આવી તકલીફો માં ચોક્કસ સારું થઇ જાય છે.
આથી ,ઊંઘ નો અતિરેક ટાળવો એ જ આરોગ્ય ની દ્રષ્ટી એ યોગ્ય છે ...

1 comment:

  1. When do you think this Real Estate market will go back up? Or is it still too early to tell? We are seeing a lot of housing foreclosures in Winter Springs Florida. What about you? I would love to get your feedback on this. best green tea for weight loss

    ReplyDelete